બનાસકાંઠા……… કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે આવેલ બનાસ કોમ્પલેક્ષ. પાટણ નાળું. સર્કિટ હાઉસ તથા અન્ય સોસાયટી ના રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય.

0
4

નેશનલ હાઇવે ઓથોરિટી વિરૂદ્ધ શિહોરી વેપારીઓ અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે ત્યારે સરકારી કચેરીઓ માં પણ ગંદકી સાફ સફાઈ કરવા માં તંત્ર દ્વારા ઠાગાથૈયા કરવામાં આવે છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે સફાઈ કરવા માટે ત્યારે હવે શિહોરી ગ્રામ પંચાયત અને નેશનલ હાઇવે ઓથોરિટી ની ઘોર અંધકાર વહીવટ સામે ખુદ વેપારી એસોસિએશન તેમજ પૂર્વ સરપંચ અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન શ્રી શાંતુભા ડાભી અને શિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી જીતુભાઈ જોષી (મેલડી મેડિકલ સ્ટોર્સ)અને ગ્રામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કરવા માટે કાંકરેજ મામલતદાર શ્રી એમ ટી રાજપૂત ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અને શિહોરી ગ્રામ પંચાયત દ્વારા ક્યારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું કારણ કે આવિ ગંદકી થી રોગચાળો ફાટી નીકળ્યો તો જવાબદાર કોણ?, આવા વેધક સવાલો લોકોમાં ભારે ચર્ચાના ચકડોળે ચડવા પામ્યા છે.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર. કાંકરેજ .બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here