બનાસકાંઠામાં વધુ એક મેગ્નેટ મેનનો કિસ્સો સામે આવ્યો
લાખણીના અસાસણ ગામના હરદાસભાઇ ઠાકોરના શરીર પર ચુંબકીય આકર્ષણ જોવા મળ્યું
લાખણી:- લાખણીમાં અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાખણીના અસાસણ ગામના હરદાસજી ઠાકોર મેગ્નેટ બની ગયા છે. તેમના શરીર પર ચુંબકીય આકર્ષણ જોવા મળી રહ્યું છે. લોહતત્ત્વ વધી ગયું હોય તેમ શરીર ઉપર ચલણી સિક્કા, મોબાઈલ, રિમોટ, કાતર સહિતની ચીજવસ્તુઓ ચોંટી જાય છે.
લાખણીના અસાસણ ગામે રહેતા હરદાસજી રવાજી ઠાકોર સાથે અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. તેમના શરીર પર લોખંડની કોઈપણ જેવી કે મોબાઈલ, રીમોટ, ચલણી સિક્કા, કાતર, ચમચી હોય તે તેમના શરીર પર ચીપકી જાય છે. હરદાસભાઈના શરીર પર મોબાઈલ ચોટતાં તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમના શરીર પર મેગ્નેટ પર જે રીતે લોખંડની વસ્તુ ચીપકે છે એ રીતે તેમનાં શરીર પર ચીપકી જાય છે.
મેગ્નેટમેન હરદાસભાઈ સરકારી હોસ્પિટલમાં તબીબ પાસે ચકાસણી કરાવવા ગયા હતા. જ્યાં તબીબે પણ પ્રેક્ટિકલ કરતાં પોતાની પાસે ચલણી સિક્કા અને મોબાઈલ હરદાસભાઇના શરીર પર ચોંટાડીને જોયું ત્યારે ચુંબકની જેમ વસ્તુઓ પર દર મહિને શરીર પર ચોંટી હતી. જોકે તબીબ પણ કોઈ ચોક્કસ નિદાન પર પહોંચ્યા ન હતા પરંતુ શરીરમાં મેગ્નેટ પાવર વધ્યો હોવાનું તારણ વ્યક્ત કર્યું હતું. અને ડીસા સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવવા સલાહ અપાઈ હતી.
–> મને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી :- હરદાસભાઈ ઠાકોર (મેગ્નેટ મેન)
મારા શરીસમાં વધેલા મેગ્નેટ પાવરના કારણે મોબાઈલ, ચલણી સિક્કા, રિમોટ અને ચમચી જેવી વસ્તુઓ ચીપકી જતી હતી. જેથી મે લાખણીની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. ભલે મારા શરીરમાં મેગ્નેટ પાવર વધે છે. પરંતુ તેનાથી મને કોઇ પણ પ્રકારની તકલીફ થતી નથી.
અહેવાલ:- મુકેશ સોની લાખણી