બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારની હદ માંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડતી સરહદી રેન્જ – ભુજની ટીમ

0
6


▶️ મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ્ ભુજ-કચ્છ નાઓ તરફથી બોર્ડર રેન્જ વિસ્તાર માં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને તેમજ પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એસ.સુથાર ની રાહબારી હેઠળ અત્રેની રેન્જની ટીમે બાતમી આધારે બનાસકાઠા જીલ્લાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન છાપી હાઇવે રોડ ઉપર રાધેક્રિષ્ના હોટલ પાસે ટ્રક નંબર –જી.જે-૧૬-એ.યુ-૪૨૨૮ માંથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ તથા આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
મુદામાલની વિગતઃ-
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ- ૮૭૦૦ એમ કુલ કિ.રૂા. ૩૭,૫૮,૪૦૦/-નો પ્રોહિ મુદામાલ
(૨) અશોક લેલેન્ડ ઇકોમેટ ટ્રક નંબર જી.જે-૧૬-એ.યુ-૪૨૨૮ કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-
(૩) રોકડા રૂ. ૫૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂા. ૫૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂ. ૪૫,૬૮,૪૦૦/-
આરોપીઓ
(૧)સુનિલ બિસરાજસિંહ યાદવ ઉવ-૨૩ રહે.ગામ-સુરજપુર
પોસ્ટ-મનોના ફુરવાલી જી- મેનપુરી ઉતરપ્રદેશ (પકડાયેલ)
(૨) પ્રોહી નો મુદામાલ આપનાર અજય જેનો મો.નં. ૭૭૦૬૭૪૫૦૨૩
(૩) પ્રોહી નો મુદામાલ મંગાવનાર
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર બી.એસ. સુથાર તથા પો. હેડ કોન્સ. જથેશભાઇ કાલીયા તથા પો.કોન્સ રાજેશકુમાર ચૌધરી તથા હરપાલસિંહ જાડેજા તથા વિશાલકુમાર કટારીયા તથા બાબુલાલ નારાણભાઇ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ,સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા એલ.સી.બી. ના હે.કો.નરપતસિંહ શિવુભા તથા દિગ્વીજયસિંહ રામસિંહ નાઓએ સાથે રહી કરવામા આવેલ હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here