બનાસકાંઠાજિલ્લાના ભાભર તાલુકા માં ઠેર ઠેર વૃક્ષનું નિકંદન….

0
15

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા ના વાવ હાઇવે પર ખુલ્લે આમ ટ્રેક્ટરો લાકડા ભરીને જઈ રહ્યા છે. આજ રોજ સરકાર દ્વારા વૃક્ષારોપણ ના અનેક કાર્યક્રમો ઠેર-ઠેર કરવામાં આવી રહ્યા છે.તો શું આવા વૃક્ષો નું નિકંદન થતુ સરકારને આંખ આડા કાન કરી જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આજની સરકાર દ્વારા આ વૃક્ષો નિકંદન કરતા લોકો સામે લાલ આંખ કરશે કે કેમ ..આજરોજ વૃક્ષો વાવો વરસાદ લાવો જેવા સત્યોનો નારો સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ ભાભર મુકામે ઠેર ઠેર અનેક જગ્યાએ વૃક્ષોનું નિકંદન કરી વૃક્ષોનું કાસળ કાઢી અને પોતાના ફાયદાઓને લઈ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. ભાભર તાલુકામાં ખુલ્લેઆમ ટ્રેક્ટરો લાકડાનું નિકંદન કરી સપ્લાય કરી રહ્યા હોવા છતાં અર્થતંત્ર ચૂપ કેમ. આ મીડિયાના અહેવાલ થી ઘોર નિદ્રામાં સૂતેલા અર્થતંત્ર છે કે કેમ તે આવનારો સમય જ બતાવશે…

અહેવાલ વેલાભાઇ પરમાર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here