બડોલી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વન્યજીવન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો..

0
5

ઇડર….

         ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી ,સાબરકાંઠા દ્વારા તારીખ 8/10/2021 ના રોજ શુક્રવારના રોજ વન્યજીવ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી ખાતે કરવામાં આવ્યો હતો .આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઈડર રેન્જ ના ઓફિસર જે. એ પટેલ રહ્યા હતા. તેમજ તાલુકા પ્રમુખ હર્ષાબેન વણકર, બડોલી તાલુકા સદસ્ય કિરણબેન પટેલ તેમજ વન વિભાગ ની ટિમ હાજર રહી હતી . Rfo પટેલ દ્વારા વન્યજીવ સપ્તાહ ઉજવણી કેમ કરાય છે? તે વિશે બાળકોને વિસ્તાર થી માહિતી આપી અવગત કરાયા હતા. સાથે સાથે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંવાહક દિપકભાઈ પટેલ ટેકનીક એકસપટૅ યોગેશ ભાઈ સુથાર અને પ્રોગ્રામ ઓફિસર અનિલભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇડર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here