
ગણેશ ઉત્સવ ને પાંચમા દિવસે બડોલી બુઢિયા ગામે અલગ અલગ સમાજ અને વિસ્તારના મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું હતું.આ પ્રસંગે ડીજે અને બેન્ડવાજા સાથે ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
બડોલી રામપુરા ફળિયાના ભૈરવ ધામ ખાતે બાળકો દ્વારા સ્થાપના કરાયેલ ગણેશ,બડોલી ઠાકોર સમાજ ના ગણપતિજી,બડોલી ઉમિયા નગર તેમજ બુઢિયા ગામે દેવીપૂજક સમાજના ગણપતિ બાપ્પા નું પાંચ દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું.કોરોના મહામારી બાદ ખૂબ લાંબા સમય બાદ શોભા યાત્રા કાઢવામાં આવતા લોકો ગરબા અને ડાન્સ સાથે ખૂબ આનંદ ઉમંગ માં જોવા મળ્યા હતા. વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપા મોરિયા ,અને અગલે બરશ તું જલ્દી આના ના નારા સાથે બાપ્પા ને ઇ ડર રાણી તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણેશ વિસર્જન બાબતે ઇડર ફાયરબ્રિગેડ દ્વારા ઉત્તમ સેવા અપાઈ હતી.ઇડર રાણી તળાવ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લઈને ઇડર ફાયરબ્રિગેડ દ્વારા પોતાના જવાનો ને રાણી તળાવમાં વિસર્જન કરવા જવાબદારી સોંપવામાં આવી હતી. વિસર્જન માટે આવેલ તમામ ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું ફાયરબ્રિગેડ ના જવાનો દ્વારા તળાવના વચ્ચે જઈ વિસર્જન કરાયું હતું. વિસર્જન બાદ મંડળ ના સભ્યો દ્વારા દાળ બાટી ના સમૂહ ભોજનનું અયોજન કરાયું હતું.