બડોલી પ્રા. શાળા નં.1 ખાતે બાળ મેળો યોજાયો

0
20

ઇડર…

બડોલી પ્રાથમિક શાળા નંબર 1 ખાતે 5 જાન્યુઆરી 2022ના રોજ ધોરણ 1 થી 5 ના બાળકો માટે ગિજુભાઈ બધેકા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતર કામ, ચિત્રકામ, ગળીકામ, રંગપૂરણી ,કાગળ કામ, બાળ રમતો, હાસ્ય દરબાર ,ગીત-સંગીત, અભિનય,ગણિત ગમ્મત, વિજ્ઞાન ના સાદા પ્રયોગો, વેશભૂષા આધારિત બાળકો ની કામગીરી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય અરવિંદ એલ.દીક્ષિત દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષકો દ્વારા બાળકો વિષય અનુસાર પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.
ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here