બડોલી ના વૃક્ષ પ્રમીએ વૃક્ષ વાવી જન્મ દિવસ ઉજવ્યો..

0
27

બડોલી ગામના વતની અને વૃક્ષ પ્રેમી ,વૃક્ષો નું જતન કરતા અને ગામના કામો પ્રતિ જાગૃપતા દર્શાવી હંમેશા ગામ હિતના કર્યો માં અગ્રેસર રહેતા,સમાજસેવક તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી સરકારી સહાય ,સરકારી સ્કીમો ની જાણકારી આપી અજાણ અને અજ્ઞાન વ્યક્તિ ઓની મદદ માટે હંમેશા તત્પર રહેતા અમૃતભાઈ પ્રજાપતિએ પોતાના જન્મ દિવસ ને અનોખી અને સમાજને ઉપયોગી થાય તે રીતે ઉજવણી કરી હતી .

અમૃતભાઈ પ્રજાપતિ એ પોતાના 69 માં જન્મ દિવસ નિમિત્તે બડોલી ગામમાં 69 લીમડાના વૃક્ષો વાઘેલા વાસ,ચમુંડાનગર રામદેવપીર મંદિર પટાંગણ ,સહિત ગામમાં અલગ અલગ જગાએ વાવી સમાજને સુંદર મેસેજ આપ્યો હતો.તેમને જણાવ્યું હતું કે વૃક્ષ એ પ્રાણ વાયુ છે.જીવવા માટે ઓક્સિજન ની જરૂર પડે છે અને એક વૃક્ષ જ આપણને નિઃશુલ્ક ઓક્સિજન પૂરો પાડે છે. તેમજ અન્ય પશુ પક્ષી માટે પણ છાંયડો અને આશ્રય સ્થાન પૂરું પાડે છે. માટે દરેક વ્યક્તિ એ પોતાના જન્મ દિવસે એક વૃક્ષ ઉછેરવાની જરૂર છે. જે આપણાં અને આવનારી પેઢીઓના જીવન માટે ખૂબ ઉપયોગી નીવડશે.
અમૃતભાઈઆ સુંદર પ્રયાસ ને બિરદાવી પરિવાર અને ગામના લોકો એ સાથે રહી વૃક્ષારપોણ કરી ગામને હરિયાળું બનાવવા પહેલ કરી હતી.અને અમૃતભાઈ પ્રજાપતિ ને જન્મ દિવસ ની સુભકમનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here