બડોલી ગામે સ્થળ પર જ ગણેશ વિસર્જન કરાયું..

0
5

ઇડર તાલુકાના બડોલી ગામ માં રવિવાર ના રોજ આનંદ ચૌદશ ના દિવસે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો . જેમાં બડોલી ગામના બંધ વિસ્તારમાં આવેલ ગણેશ મંડળ ના ભક્તો દ્વારા અનોખી રીતે ગણેશ વિસર્જન કરાયું હતું. ગણેશ ભક્તો દ્વારા ગામ માં ગણેશજી ની મૂર્તિ ને ટ્રેકટર માં બેસાડી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી . ગામમાં ફર્યા બાદ શોભાયાત્રા પરત બંધ વિસ્તારમાં ગણેશ ચોક આગળ લાવવામાં આવી હતી.

ત્યારે દર વર્ષ ની જેમ બડોલી આ.પો.સ્ટે. ના પી.એસ.આઈ. વિક્રમભાઈ અને સ્ટાફ દ્વારા બાપ્પા ની આરતી ઉતારવામાં આવી હતી.ત્યાર બાદ ગણેશ મંડળ ના ભાઈઓ દ્વારા ગણપતિબાપ્પા ની માટીની મૂર્તિને એક મોટા ટબના પાણીમાં સ્થળ પર જ વિસર્જન કરી ને સમાજને પ્રદુષણ રોકવા ઘરના ગણેશ ઘરે વિસર્જન મેસેજ દ્વારા અપીલ કરાઈ હતી . ખૂબ સુંદર રીતે અને શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન પૂર્ણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here