બડોલી ગામે સરકારી દવાખાનું શોભાના ગાંઠિયા સમાન

0
11

ઇડર..

બડોલી ગ્રામજનો ના ફાળા થકી હંગામી ધોરણે ચાલુ કરેલ સરકારી દવાખાનું ધૂળ ખાય છે.

વર્ષો પહેલાબડોલી ગામે ધમધમતું સરકારી દવાખાનું હતું જે સમય જતાં જર્જરિત થતા હાલમાં ખન્ડેર હાલતમાં છે. તંત્ર દ્વારા તેના વિષે કોઈ જાતનું ધ્યાન અપાતું નથી.જેને લઈને ગરીબ અને અસહાય લોકો ને ખૂબ મુશ્કેલી પડી રહી છે.
જ્યારે બે વર્ષ અગાઉ બડોલી ગામના પુનમચંદ જૈન દ્વારા લોક ફાળો ઉઘરાવી બડોલી ગ્રામ સેવક માટે બનાવેલ મકાન નું રીનોવેશન કરાવી હંગામી ધોરણે સરકારી દવાખાનું ચાલુ કરાવડાવ્યું હતું.

જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા એક ડૉકટર ને અહીં બેસાડવામાં આવતા અનેક લોકો ને સરકારી દવાખાનાનો લાભ મળી રહ્યો હતો. પરંતુ અમુક સમય સુધી ચાલેલા દવાખાનામાં લાઈટ બિલ ન ભરાતા ડો.દ્વારા દવાખાનામાં બેસવાનું બંધ કરાતા આજ સુધી દવાખાનું શરૂ કરાયું નથી. જ્યારે ઇડર તાલુકાનું મોટી વસ્તી ધરાવતું બીજા નંબર ના આ બડોલી ગામ ખાતે એક સરકારી દવાખાનું ન હોવું (હોવા છતાં ન હોવું)ખૂબ દુઃખદ બાબત છે. જ્યારે દાતાઓ દ્વારા ગ્રામજનોને સરકારી દવાખાના નો લાભ મળે તેને લઈ ને અપાયેલ ફાળાની રકમ વ્યર્થ સાબિત થઈ રહી છે. જેને લઈને અન્ય જગ્યાએ દાન આપતા પણ ખચકાય છે. જ્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈ પ્રયાસ કરી ગ્રામ જનોને સરકારી દવાખાના નો લાભ મળે તેવા પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. અને તેની ગ્રામજનો ની માંગ ઉઠી છે.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here