બડોલી ગામે રામદેવપીર મંદિરે નોમ ના નેજા ચઢવાયાં…

0
3

ભદારવા સુદ એકમ થી રામદેવપીર બાબા ના નોરતા ચાલી રહ્યા છે.અલખધણી ના ભક્તો દ્વારા ઉપવાસ અને પૂજા પાઠ સાથે રાત્રી ભજન દ્વારા રામદેવપીર બાબા ની શ્રધ્ધા ભાવ સાથે ભક્તિ કરાઈ રહી છે. ત્યારે બડોલી ગામે ઠાકોર વાસ ખાતે આવેલ રામદેવપીર મંદિરે 15 સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ ભાદરવા સુદ નોમ ના નેજા ચઢાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે રામદેવપીર મંડળ ના ભક્તો દ્વારા મંદિર ખાતે બાબાને ધુપદીપ કરી પૂજા અર્ચના કરાઇ હતી.પ્રસાદ ધરાવી અલખધણી ને નેજા ચઢાવાયા હતા .તેમજ ભજન કીર્તન કરાયા હતા.આ પ્રસંગે મંદિર પરિસરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.ઠાકોર અને રાવળ સમાજના લોકો બાબા ના દર્શન કરી ધન્ય બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here