બડોલી ગામે આવનાર 31 વર્ષીય ગૌ પર્યાવરણ અને અધ્યાત્મ ચેતના પદયાત્રા ને લઈ મિટિંગ નું આયોજન કરાયું .

0
14

બડોલી ગામે 25 સપ્ટેમ્બર ને શનિવારના રોજ આવનારી યાત્રા ના આયોજન ને લઈને મિટિંગ યોજાઈ હતી.
23 સપ્ટેમ્બર 2021 ને ગુરુવારના રોજ ચામુંડાનગર માં રામદેવપીર મંદિરે અને બડોલી પટેલ સમાજ વાડી ખાતે હલ્દીઘાટી થી સંપૂર્ણ ભારત વર્ષ ની યાત્રાએ નીકળેલ 31 વર્ષીય ગૌ પર્યાવરણ અને અધ્યાત્મ ચેતના યાત્રા નું સ્વાગત કરી સમગ્ર ગામ ને ક્રાંતિકારી ગૌ ભક્ત મહારાણા પ્રતાપ ની સમર જન્મ ભૂમિ હલ્દીઘાટી થી પગપાળા ચાલતા શહેર શહેર અને ગામેં ગામ અને નગરોમાં કથા કરતા વામીની ગૌ મૈયા, સખાશ્રી ગોપાલજી અને પોતાની ભક્ત મંડળી સાથે પધારી રહેલ સાધ્વી દીદી દ્વારા બડોલી ગામમાં પટેલ સમાજ વાડીમાં એક દોઢ કલાક અદભુત, અદ્વિતીય, પ્રભાવશાળી અને કાન્તિ કાળી ગૌ કથા સંભળાવવા ના હોય સમગ્ર ગામ જનો ને લાભ લેવા અને ગૌરક્ષણ માટે એક રહેવા આમંત્રણ આપવાનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કિસાન સંઘ ના પ્રમુખ અમૃતભાઈ પટેલ દ્વારા ગામની તમામ બહેનોને ઘર દીઠ એક કળશ લઈ સાધ્વી દીદીની શોભાયાત્રા માં હાજર રહેવા અનુરોધ કરાયો હતો.ગામના દરેક ઘર સુધી પત્રિકા પહોંચાડવા નું આયોજન પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છેકે સાધ્વી દીદી દ્વારા એક પણ રૂપિયાનું દાન સ્વીકારાતું નથી.તમામ ખર્ચ તેમનો પોતાના તરફથી જ કરવામાં આવે છે.
બડોલી ગામે યોજાનાર યાત્રા ને લઈને ગામના અમૃતભાઈ એચ. પટેલ, લવજીભાઈ ડી.પટેલ, જયંતીભાઈ પટેલ,સમાજ સેવક અમૃતભાઈ પ્રજાપતિ,ગૌરીશંકર પટેલ દ્વારા આયોજન મિટિંગ યોજવામાં આવી હતી.આ પ્રસંગે બજરંગદળ ના સભ્યો અને ગ્રામ જનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here