ઇડર..
બડોલી આઉટ પોલીસ સ્ટેશનમાં 29 ગામનો નો સમાવેશ થાય છે
ઇડર તાલુકા ના
બડોલી આ.પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં બાઇકચોરી ,મંદિર ના તાળા તૂટવા, સહિત ની અનેક ચોરીઓ નું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. જ્યારે બડોલી આઉટ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં 29 ગામડાં નો સમાવેશ થાય છે.
જેમાં બડોલી, મેસણ, ગાંઠીયોલ,કુકડીયા, કડિયાદરા, વાંસડોલ, બ્રહ્મપુરી, નરસિંહપુરા, બુઢિયા, રામપુર, દેત્રોલી, દિયોલી, સવગઢ, છાવણી, કુવાવા,વાંસડોલ, તસિયા,નવા રેવાસ, રેવાસ, ભાણપુર ,કાનપુર, વડીયાવીર, ભુતીયા, લાલપુર, અબડાસણ, ચોટાસણ, લક્ષ્મણપુરા,જીંજવા ગામો નો સમાવેશ થાય છે.
એક સમયે બડોલી આઉટ પોલીસ સ્ટેશન મોટા સ્ટાફ સાથે ધમધમતું હતું.આજુબાજુ ના વિસ્તારના નાનામોટા ઝઘડા જેવા કેસ અહીંયાંજ સોલ્વ થઈ જતા હતા.જ્યારે વર્તમાન સમયમાં બડોલી ઓ.પી. માં સ્ટાફ ઓછો છે. તેમજ હોમગાર્ડ અને જીઆરડી જવાનો ની પણ અછત છે.કોઈ સમસ્યા ને લઈ બડોલી ઓ.પી. માં આવે તો મોટા ભાગે પોલીસ અધિકારી ઇડર ગયેલા જાણવા મળતું હોય છે.જેથી સામાન્ય મેટરમાં પણ ઇડર દોડવું પડતું હોય છે.
જ્યારે બડોલી,રેવાસ,કડીયાદરા, ગોરલ,ચોટસણ ,ગાંઠીયોલ જેવા મોટી વસ્તી ધરાવતા ગામો નો પણ સમાવેશ થાય છે .ત્યારે સવાલ થાય કે આટલા મોટા વિસ્તારમાં સીમિત પોલીસ સ્ટાફ કેટલેક પહોંચે ?
રોજબરોજ ચોરી ના બનાવમાં વધારો નોંધાઇ રહ્યો છે. ચોરી નું પ્રમાણ વધતા પોલીસની કાર્યશૈલી પર પણ સવાલ ઉભા થતા હોય છે.
બડોલી આઉટ પોલીસ સ્ટેશનમાં પહેલાની જેમ સ્ટાફનો વધારો કરી રાત્રી દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તેમજ ચોરી ના બનાવો બનતા અટકાવવા પોલીસ તંત્ર પૂરતું રક્ષણ આપે એ જરૂરી બન્યું છે.
ઇડર..