ફતેપુરા સ્થાનિક વહીવટી તંત્ર ની નિષ્ફળ કામગીરી બદલ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસ

0
13


વહીવટી તંત્ર ને પ્રજા ના કામો કરતા ટકાવારી માં જ રસ હોય તેમ જણાય રહ્યું છે

પ્રતિનિધિ ફતેપુરા ૨૧
ફતેપુરા તાલુકા પંચાયત અનેક વાર સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા તાલુકા ના વિવધ વિકાસ ના કામો જમીન દબાણ તેમજ પંચાયત ના કામો માં ગેરરીતિ આચરતી હોવા ને લઈ કેટલા એ આવેદન દ્વારા તેમજ મોખિક રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ સથનિક તંત્ર ની નિષ્કાળજી થી કોઈ પણ ઠોર પગલાં લેવામાં આવતા ના હોવા થી જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કક્ષા ના વહીવટી તંત્ર સુધી રજૂઆતો કરવા માં આવતી હોય અને જિલ્લા કક્ષાના વહીવટી તંત્ર દ્વારા તાલુકા ના વહીવટી તંત્ર ને તપાસ સોંપવા માં આવતી હોય છે પરંતુ ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર જ પોતે પોતા ની મનમાની ચલાવતા હોય તેમ જિલ્લા વહીવટી તંત્ર ને જ માગેલા અહેવાલ ના યોગ્ય જવાબ ખુલાસા ના આપતા હોય તો તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા ના સામાન્ય નાગરિક ના કામો થતા હશે કે કેમ એક એવો પ્રશ્ન પણ સ્થાનિક તંત્ર પર ઉભો થાય છે જો જિલ્લા વહીવટી તંત્ર ના પ્રશ્ન નો જવાબ ન મળતો હોય તો ?
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ને ફતેપુરા તાલુકા ના નાગરિકો દ્વારા ફતેપુરા તાલુકા માં ફતેપુરા સરપંચ દ્વારા સ્થળ પર કામ કર્યા વગર ૧૭ લાખ રૂપિયા ની ઉઠાંતરી કરી હોવા ની ગામ ના જાગૃત નાગરિકો તેમજ બોડી ના સભ્યો દ્વારા કરેલી અરજી કરવા માં આવી હતી જેની પણ યોગ્ય તપાસ આજદિન સુધી કરવા માં આવેલ નથી , ફતેપુરા પંથક માં આવેલ તળાવ માં ભૂમાફિયા ઓ અને સરપંચ ના સહયોગ થી દબાણ કરવામાં આવેલ હોવા થી સરપંચ ને હોદ્દા પર થી દુર કરવા બાબત ના પત્ર નો ત્રણ માસ ઉપરાંત થયો હોવા છતાં અહેવાલ જિલ્લા વહીવટી તંત્ર ને સોંપવામાં આવ્યો નથી, ફતેપુરા પંચાયત ની મિલકત નં ૮૨૬ ઉપર શરત ભંગ બદલ મારેલ સીલ તોડવા બાબત નો અહેવાલ ફતેપુરા વહીવટી તંત્ર પાસે મંગાવેલ હતો જેના પણ ચાર માસ થયા હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર ને સોંપ્યો ન હોવા નો ઉલ્લેખ,જિલ્લા પંચાયત ના પ્રમુખ દ્વારા ફતેપુરા ગામ ના ગ્રામજનો એ લેખિત રજૂઆત કરી તપાસ માટે તાકીદ કરવા માં આવ્યું હતું, ફતેપુરા સરપંચ દ્વારા સરકારી નાણાં ની ઉચાપત કરી હોવા ની બાબતે ની અરજી ની તપાસ નો બે માસ ઉપરાંત સમય થયો હોવા છતાં અહેવાલ રજૂ કરવા માં આવેલ નથી,ભૂમાફિયા દ્વારા રે. સ. નં.૧૩૫/૨ વાળી સરકારી મામલતદાર કચેરી ના હસ્તક ની જમીન માં ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ અંગે ના અહેવાલ મંગાવેલ હતો પરંતુ જેની પણ વિગતો પૂરી પાડવામાં આવેલ ના હતી અને પુનઃ તપાસ કરી અભિપ્રાય સાથે જરૂરી પૂરવા રજૂ કરવા માં પણ વિલંબ અને જેમાં પણ એક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં અહેવાલ રજૂ કર્યો ના હોવા નો પત્ર માં ઉલ્લેખ કરવા માં આવ્યો છે આ સંદર્ભે ૧૦ દિવસ માં અહેવાલ રજૂ કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ જણાવેલ છે.
ભૂમાફિયા દ્વારા સરકારી મામલતદાર કચેરી ના ગેટ પાસે આવેલી સરકારી જમીન ની સાચવણી માં જ ફતેપુરા વહીવટી તંત્ર નિષ્ફળ નિવડયું છે જ્યારે અનેક વાર દબાણ દૂર કરવા માટે અભિપ્રાય જિલ્લા વહીવટી તંત્ર એ સ્થાનિક તંત્ર ને જણાવ્યું હોવા છતાં દૂર કરવા માં આવ્યું નથી ત્યારે તાલુકા માં અન્ય જગ્યાએ ભૂમાફિયા ઓ દ્વારા થતાં દબાણો દૂર કરવા ની તો વાત દૂર રહી હવે જોવા નું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા જ લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માં જેમાં પણ કાર્યવાહી કરવા માં આવે છે કે કેમ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here