ફતેપુરા તાલુકા મામલદાર કચેરી ને અડીને આવેલ સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગ નો ગુનો નોંધાયો

0
20

લેન્ડ ગ્રેબીગ થઈ હોવા છતાં ભૂમાફિયા દ્વારા કામ બંધ કરવામાં આવ્યું નથી.

ભૂમાફિયા દ્વાર સરકારી મિલકત ને નુકસાન પહોંચાડી દબાણ કરાયું

પ્રતિનિધિ ફતેપુરા ૧૮

ફતેપુરા તાલુકા માં અવર નવર ભૂમાફિયા ઓ દ્વારા સરકારી જમીન પચાવી પાડવા ની ઘટના ઓ બનતી હોય છે જેમાં ફતેપુરા મામલતદાર કચેરી ની સરકારી જમીન જે સર્વે નં ૧૩૫/૨ મુજબ સરકારી જમીન છે જે ફતેપુરા મામલતદાર કચેરી હસ્તક ની જમીન છે જે સદર દબાણ કરનનાર ઈસમ ને તાલુકા વિકાસ અધિકારી દ્વારા વારંવાર બાંધકામ અટકાવવા માટે નોટિસ આપવા છતા ભૂમાફિયા દ્વારા બાંધકામ બંધકરવામાં આવ્યું હતું અને નામદાર કોર્ટ ના રે .દિ.મુ.નં.૧૮/૨૦૨૦ મુજબ કોર્ટ દ્વારા બાંધકામ બંધ કરવા માટે જણાવેલ હતું પરંતુ ફતેપુરા ગ્રામ પંચાયત ને વારંવાર દબાણ હટાવવા માટે ની નોટિસ આપી હોવા છતાં સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવા માં ન આવતા તા.૦૬/૧૦/૨૦૨૧ ના રોજ ફરી થી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ દ્વારા સરપંચ અને તલાટી બાંધકામ અટકાવવા નોટિસ આપવામાં આવી હતી અને કોર્ટ ના હુકમ નો પણ અનાદર કરી બાંધકામ અટકાવવા માં તેમજ દબાણ દૂર કરવામાં ન આવ્યું હોવા નું જણાઈ આવે છે જેમાં સરપંચ પણ સહભાગી હોય તેમ જણાય છે
ભૂમાફિયા દ્વારા સરકારી ગામ તળ બની જમીન માં રહેલા ઝાડ નું પણ નિકંદન કરવામાં આવ્યું છે જેમાં એક અમલી નું અને બીજું લીમડા ના ઝાડ નું નિકંદન કરવામાં આવ્યું હતું જેમાં પણ કોઈપણ જાત ની પરવાનગી ગ્રામપંચાયત માં લીધેલ ન હોવા નું જણાઈ આવે છે ભૂમાફિયા ને કાયદાનો નો કોઈ પણ જાત ની ડર વગર દબાણ કર્તા દ્વારા પરવાનગી વગર છેદન કરવામાં આવ્યું છે જે મુદ્દે સરપંચ અને તલાટી ને જાહેરમાર્ગ પર રહેલ સરકારી મિલકત ને નુકસાન પહોચાડવા તેમજ દબાણ કરવા બાબતે ગ્રામ પંચાયતે કરેલ કાર્યવાહી નો અહેવાલ રજૂ કરવાનું જણાવ્યું હતું તેમજ સરપંચને ૧ થી ૬ સુધી ની નોટિસ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવા મા આવી હોવા છતાં ફતેપુરા સરપંચ દ્વારા સર્વે નં ૧૩૫/૨ વાળી જમીન માં થતું ગેરકાયદેસર દબાણ અટકાવવા વારંવાર મોખિક તેમજ લેખિત ૧ થી ૬ નોટિસ આપવા છતા બાંધકામ ગ્રામપંચાયત દ્વારા બંધ ન કરાવતા હાલ ની સ્થિતિએ બહુમાળી બિલ્ડીંગ ઊભી કરી દેવા માં આવી હોવા છતાં તંત્ર ની મીલીભગત ના કારણે આજ દિન સુધી બાંધકામ અટકાવવાની કે ગેરકાયદેસર બાંધકામ દુરકરવા ની તસ્દી લીધી ન હવાની નજરે ચડી છે ભૂમાફિયા સાથે સહભાગી બને સરપંચ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા ફતેપુરા મામલતદાર પી.એન.પરમાર દ્વારા ફતેપુરા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવવા માં આવ્યો જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ- ૨૦૨૦ મુજબ કલમ ૩,૪(૩) મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here