ફતેપુરા તાલુકા આદિવાસી પરિવાર દ્વારા ખોટા પ્રમાણ પત્ર મુદ્દે આવેદન પત્ર એનાયત કરવામાં આવ્યું

0
4

નિમિષા સુથાર ને આદિજાતિ મંત્રી પદે થી દૂર કરવા માટે ના સૂત્રો ચાર સાથે રેલી કાઢી આવેદન આપ્યું

પ્રતિનિધિ ફતેપુરા ૨૭

ફતેપુરા તાલુકા – મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર છેલ્લા કેટલાક સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્ર ને લઈને વિવાદમાં ઘેરાયેલા છે.અને ખોટા આદિજાતિના પ્રમાણપત્ર મેળવીને મોરવા હડફની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાઈ આવેલ છે.તે બાબતે ગુજરાત હાઈકોર્ટે માં હાલ કેસ ચાલુ છે ત્યારે તેઓને મંત્રી પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા માટે આદિવાસી પરિવાર ફતેપુરા દ્વારા ફતેપુરા મામલતદાર મારફતે ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ને સંબોધી ને આવેદન પત્ર આપવામાં આવ્યું
આદિવાસી પરિવાર દ્વારા જાણવામાં આવ્યું કે હાલ માં જ તેઓ ને આદિજાતિ મંત્રી બનાવવા માં આવતા આદિવાસી સમાજમાં રોષ ની લાગણી પ્રસરી રહી છે માટે નિમિષા બેન ને તાત્કાલિક ધોરણે આદિજાતિ મંત્રી પદે થી હટાવવા માં આવે તેવી માંગ આદિવાસી પરિવાર દ્વારા કરવા માં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર માં તાજેતર માં નવા મંત્રી મંડળ માં સ્થાન પામેલા અને આદિજાતિ મંત્રી તરીકે વરાયેલ નિમિષા સુથાર ને ખોટા પ્રમાણ પત્ર ના આધારે અનામત બેઠક પર થી ચૂંટાયેલ હોવા ના આક્ષેપ સાથે સાચા આદિવાસી અધિકાર બચાવો લડત ના ભાગ રૂપે ફતેપુરા આદિવાસી પરિવારે રાજ્યપાલ ને સંભોડી ફતેપુરા મામલતદાર ને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું અને માંગણી નહિ સંતોષાય તો આગામી દિવસો માં ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.રાજ્યપાલ ને ઉદ્દેશી ને લખવા માં આવેલ આવેદન પત્ર માં રાજ્ય ના આદિજાતિ મંત્રી નિમિષા સુથાર નો વિવાદ ચાલે છે અને ગુજરાત હાઈ કોર્ટ માં પિટિશન નં EP 1/2021 દાખલ છે હાલ પેન્ડિંગ છે ત્યારે મોરવા હડફ માં ધારા સભ્ય નિમિષા સુથાર ને આદિજાતિ વિભાગ ના મંત્રી બનાવવા માં આવ્યા છે અને સચ આદિવાસી સમાજ નું અપમાન કરવા માં આવી રહ્યું હોવા નું આદિવાસી પરિવારે જણાવ્યું હતું આ આવેદન પત્ર માં નિમિષા સુથાર નું જુદી જુદી શાળા ના પ્રમાણ પત્ર ના આધારે ચૂંટાયા હોવા નો આક્ષેપ કરવા માં આવી રહ્યો છે તેઓ ને આદિવાસી મંત્રી બનાવી સાચા આદિવાસી ઓ ને અવગણના કરવામાં આવ્યું હોવા નું પણ જણાવવા માં આવ્યું હતું .જ્યાં સુધી કોર્ટ નો ચુકાદો ને આવે ત્યાં સુધી નિમિષા સુથાર ને મંત્રી પદે થી દુર કરવા આદિવાસી પરિવાર ફતેપુરા દ્વારા માંગ કરવા માં આવી હતી.
અને આગામી સમય માં જો નિમિષા સુથાર ને મંત્રી પદે થી દુર ન કરવામાં આવે સમગ્ર આદિવાસી પરિવાર દ્વારા ઉગ્ર આંદોલન કરવા નીચિમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર…. દિલીપ પ્રજાપતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here