પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ફેઝ 2 નો શુભારંભ દાહોદ થી શુભારંભ થયો હતો.હિતેશ કલાલ સુખસર.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાં ફેઝ-૨ નો શુભારંભ દાહોદ ના પ્રભારી મંત્રી રાઘવજી મકવાણા ના હસ્તે કરાયો હતો. જેમાં સલરા જિલ્લા પંચાયત વિસ્તાર માં ગેસ કીટ વિતરણ કરવામાં આવી હતી.ફતેપુરા તાલુકાના સલરા જિલ્લા પંચાયત વિસ્તાર માં જિલ્લા સભ્ય તેમજ આગેવાન મુકેશ ઉર્ફે ટીનાભાઈ પારગી દ્વારા પ્રધાનમંત્રી ઉજવલા યોજના હેઠળ ગેસ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સોમવારના રોજ ફતેપુરા તાલુકાના સલરા જિલ્લા પંચાયત વિસ્તારમાં ગેસ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આગેવાન ચતુરભાઈ પાંડોર મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન ડામોર સહિતના કાર્યકર્તાઓ મહીલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.101 જેટલી મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટ વિતરણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન ટીનાભાઇ પારગી દ્વારા કરવામાં આવ્યું હતું…રિપોર્ટ.. રાહુલ ચરપોટ