પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો હોદ્દો સંભાળતા મનીષ દેસાઈ

0
0

જીએનએ દિલ્હી: મનીષ દેસાઈએ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. રાજેશ મલ્હોત્રાની નિવૃત્તિ બાદ દેસાઈએ કાર્યભાર સંભાળ્યો છે.

મનીષ દેસાઈ, 1989ની બેચના ભારતીય માહિતી સેવા અધિકારી રહ્યા છે. આ અગાઉ, શ્રી દેસાઇએ સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનના પ્રિન્સિપાલ ડીજી તરીકે કામ કર્યું છે, જે સરકારી જાહેરાતો અને આઉટરીચ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખે છે.
ત્રણ દાયકા સુધી ફેલાયેલી ઝળહળતી કારકિર્દી દરમિયાન શ્રી દેસાઇએ ડીજી, ફિલ્મ ડિવિઝન, એડિશનલ ડીજી (એડમિનિસ્ટ્રેશન એન્ડ ટ્રેનિંગ), આઇઆઇએમસી, સીઇઓ, સીબીએફસી સહિત વિવિધ કામગીરીઓ સંભાળી છે.  ફિલ્મ્સ ડિવિઝનમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ મુંબઈમાં નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમાની સ્થાપના સાથે સંકળાયેલા હતા. તેમણે પીઆઇબી મુંબઇમાં એક દાયકાથી વધુ સમય સુધી સેવા આપી હતી, જેમાં ગોવાના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ) સહિત વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની મીડિયા પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here