પ્રા.આ.કે છાપી ખાતે Ncd સ્ક્રિનિંગ ,હેલ્થ ચેક અપ અને આભા કાર્ડ કેમ્પ યોજાયો

0
5

સોહેબ નેદરિયા
વડગામ રિપોર્ટર

  આજ રોજ વડગામ તાલુકા ના છાપી પ્રા. આ.કે.ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ પ્રકાશ ચૌધરી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ છાપી મેડીકલ ઓફિસરશ્રી ડૉ આકાશ જેગોડા સાહેબ અને આયુષ એમ.ઓ.શ્રી ની સીધી દેખરેખ હેઠળI.I.C. D. S. વિભાગના છાપી સેજા ના મુખ્ય સેવિકા બેનો , આંગણવાડી કાર્યકર બેનો તેમજ તેડાગર બેનો નું હેલ્થ ચેકઅપ અને એન સી ડી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું.જેમો તમામ ના વજન ,ઊંચાઈ, બી.પી. એચ.બી ,RBS, બલ્ડ ગ્રૂપ અને તમામ ના આભા કાર્ડ પણ જનરેટ કરવામાં આવ્યા. અને તમામ નું બિનચેપી રોગો અંતર્ગત સ્ક્રિનીંગ પણ કરવામાં આવ્યું .વધુ માં મેડિકલ ઓફિસર શ્રી છાપી દવારા આજના બદલાયેલ જીવનશૈલી ના કારણે તેમજ ખોટી ખાનપાન ની આદતો ને લીધે અને કસરત ના અભાવે થતા બિનચેપી રોગો વિશે હેલ્થ એજ્યુકેશન પણ આપવામો આવ્યું .  
   આ સમગ્ર કાર્યક્રમ માં તાલુકા હેલ્થ વિઝીટરબેન શ્રી વડગામ ,છાપી મેલ, ફિમેલ સુપરવાઈઝર શ્રી ઓ ,લેબટેક શ્રી, છાપી પ્રા.આ.કે.છાપી ના તમામ સી.એચ.ઓ.ફી,હે.વ.બેનો તેમજ આંગણવાડી કાર્યકર બેનો , તેડાઘર બેનો સૌ કોઈ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા નો સંપૂર્ણ પ્રયાસ કરવામો આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here