પ્રા.આ.કેન્દ્ર – સેવનીયા માં RKSK રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ અને વિશ્વ હ્રદય દિવસ ની ઉજવણી

0
8

આજરોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સેવનીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાગીયા ગામની બુનિયાદી આશ્રમશાળા મુકામે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત કાર્યક્ર્મ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ માં શાળાના બાળકો ને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.તથા સિકલસેલ રોગ, RBSK, મલેરિયા, ડેન્ગ્યુ, પ્રોગ્રામ વિશે પણ માહિતી આપવામાં આવી તથા શાળા ના બાળકોનું હિમોગ્લોબીન તપાસ કરવામાં આવ્યું. RBSK ટીમ દ્વારા બાળકો ની આરોગ્ય તપાસ કરવામાં આવી. લોહતત્વ ની અને કૃમિ ની ગોળી વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સેવનીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફીસર, પ્રા. આ. કેન્દ્ર સેવનિયા ના સુપરવાઈઝર, મ.પ.હે.વ, ફી.હે.વ. CHO, RKSK ના કાઉન્સિલર, સિકલસેલ ના કાઉન્સિલર, તથા RBSK ની ટીમ હાજર રહીને અને તાલુકા હેલ્થ કચેરી ના માર્ગદર્શન થી આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રોગ્રામ માં શાળાના આચાર્ય અને શાળા ના સ્ટાફ ના સહયોગ થી આ પ્રોગ્રામ સફળ બનાવ્યો.
૨૯/૦૯/૨૦૨૧ ના રોજ વિશ્વ હ્રદય દિવસ ના વિશે પણ શાળા ના બાળકો ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here