પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંજી ના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર વિશ્વ વસ્તી દિન પખવાડિયા અંતર્ગત લઘુ શિબિર યોજવામાં આવી….

0
13

આજ રોજ અમીરગઢ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંજી ના તમામ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો પર માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠા ના આદેશ અન્વયે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બ્રિજેશભાઈ વ્યાસ સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ ગાંજી મેડિકલ ઓફિસર શ્રી ડૉ રાહુલભાઈ ચંદેલ અને ડૉ મિહિર પટેલ ના મોનીટરીંગ હેઠળ વિશ્વ વસ્તી દિન અંતર્ગત પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી. જે શિબિર માં તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા દિનપ્રતિદિન કૂદકે અને ભૂસકે વધી રહેલી વસ્તી વધારા થી વસ્તી ગીચતા અને વસ્તી વિસ્ફોટ ની સમસ્યા થી, થતાં આર્થિક સામાજિક નુકસાન વિશે લોકોને માહિતગાર કર્યા હતા અને આ વધતી જતી વસ્તી ને નિયંત્રણ માં લાદવા સારું આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તરફથી કુટુંબ નિયોજન ની કાયમી સ્ત્રી નસબંધી , પુરુષ નસબંધી તેમજ બિનકાયમી પધ્ધતિઓ જેવીકે કોપર ટી ઓરલ પિલ્સ, છાયા , અંતરા અપનાવી બે બાળકો વચ્ચે ગાળો રાખી માતા અને બાળક ની તંદુરસ્તી વધારવા તેમજ માતા મરણ અને બાળ મરણ ઘટાડવા દરેક લાયક દંપતીઓ તેમજ ગ્રામજનો ને અપીલ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ માં ગામના આગેવાનો તેમજ તમામ ફિ.હે.વ અને મ.પ.હે.વ આશા બહેનો હાજર રહ્યા હતાં અને આ પ્રોગ્રામ ને સફળ બનાવવા તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી કમલેશભાઈ વાળાંદ ની સીધી દેખરેખ હેઠળ અને કૌશિકભાઈ શ્રીમાળી હેલ્થ સુપરવાઈઝર ગાંજી ના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવી……..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here