પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં, શિક્ષણમાં તથા શિક્ષકોને પડતી વિવિધ મુશ્કેલીઓ નો અભ્યાસ કરી દુર કરાવવા માટે સંગઠન દ્વારા રચના કરવામાં આવેલ

0
40

✒️..અભ્યાસ સમિતિની.. બેઠક શિક્ષણ વિભાગ સાથે યોજાઇ

જેમાં શિક્ષકો પાસે લેવામાં આવતી વિવિધ પ્રકારની કામગીરીઓ,એકમ કસોટીઓ, સ્કૂલ ઓફ એક્સલન્સ, કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ નું ડેટા કલેક્શન અને CCC ની કામગીરી સહિત પ્રાથમિક, માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અભ્યાસ સમિતિના કુલ 25 પૈકી 22 હાજર સભ્યો અને માન.શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ, માન.પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોશી સાહેબ, માન. માધ્યમિક શિક્ષણ નિયામકશ્રી એચ.એન.ચાવડા સાહેબ, માન.જી.સી.ઈ.આર.ટી.નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ સાથે બપોરે બે વાગ્યા થી સાડા સાત વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાઇ ખૂબ સકારાત્મક વાતાવરણ માં અને ઉપસ્થિત તમામ પ્રાથમિક, માધ્યમિક ની ટીમ ને પોતાની વાત રજુ કરવાની સંપૂર્ણ તક આપતી યોજાએલ બેઠક માં
✒️..પ્રાથમિક શાળા, શિક્ષણ અને શિક્ષકોના નીચે પ્રમાણેના વિષયો ની ચર્ચા કરવામાં આવી
👉🏾 એકમ કસોટીઓ ઓછી કરવામાં આવે
👉🏾 બી.એલ.ઓ કામગીરીમાં થી મુક્તિ આપવામાં આવે
👉🏾 ઓનલાઈન કામગીરી નું ભારણ ઘટાડવામાં આવે
👉🏾 પાઠ્યપુસ્તકો સમયસર મળે
👉🏾 શિક્ષકોને વધુમાં વધુ વર્ગખંડમાં રાખવામાં આવે
👉🏾 ઈન્સ્પેક્ટર રાજ માંથી હેન્ડ/ હોલ્ડિંગ ( સુપરવિઝન માર્ગદર્શન ની ભુમિકા માં હોય) કરવામાં આવે

✒️…પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો જેવાકે

👉🏾 બદલી થયેલા શિક્ષક મિત્રો ને કોઈ બાધ વગર ઝડપથી છુટા કરવામાં આવે
👉🏾 તાલુકા બહાર ગયેલા શિક્ષકોને પોતાના તાલુકામાં સમાવેશ કરવામાં આવે
👉🏾 વતનનો નિયમ દુર કરી બદલી નો લાભ આપવામાં આવે
👉🏾 વધ થયેલા એચ.ટાટ. શિક્ષક મિત્રો પરત લાવવામાં આવે
👉🏾 વ્યાયામ શિક્ષકોને સળંગ એકમમા ગણવામાં આવે
👉🏾 પગાર ફિક્શેશન માટે એસ.બી ખૂબ ઓછા સમયમાં એલ.એફ.કચેરી માં થી નિકાલ થાય
👉🏾 શિક્ષક રેશિયો સુધારવામાં આવે
👉🏾 બદલીના અનેક નિયમો માં સુધારો કરવામાં આવે
👉🏾 બોન્ડ માં રહેલા શિક્ષક મિત્રો ના બોન્ડ દુર કરવામાં આવે અથવા સમય ગાળો ઘટાડો કરવામાં આવે
👉🏾શિક્ષકોની હાજરી પુરવાનો સમય વધારવામાં આવે
👉🏾 Spl , પ્રસુતિ ની રજાઓ , CRC,BRC ના વિષયો સહિત સંગઠન દ્વારા આપવામાં આવેલા 111 પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી દિવાળી પહેલાં તમામ પ્રશ્નો ઉકેલાશે એવી અત્યંત ખાત્રી પૂર્વક માન.રાવ સાહેબ તથા માન.નિયામક મહેશભાઈ જોષી સાહેબની વાત ઉપર થી ચોક્કસ સંગઠન ને પણ વિશ્વાસ થયો છે અગાઉ ત્રણ દિવસની બેઠક કો દરમિયાન 42 જેટલા લેવાયેલા નિર્ણયોની ફાઈલ ક્લિયર થઈ જશે દિવાળીના દિવસો શિક્ષક મિત્રો આનંદ થી મનાવશે
✒️.. માધ્યમિક શિક્ષણ, શાળા તથા શિક્ષકો ના પ્રશ્નો

👉🏾 પ્રવાસી શિક્ષક અંગેની નવી નીતિ નક્કી થયેલ છે. ટૂંક સમયમાં આવી જશે. જેમાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું વધશે.

👉🏾ઉચ્ચતર પગાર ધોરણને ભવિષ્યમાં પી.એફ.એમ.એસ. દ્વારા ઓનલાઇન મંજૂર કરવાનું શરૂ થશે. જેથી ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલનો શ્રેયાન ક્રમાંક ઓનલાઇન પડશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આના કારણે ઉચ્ચતર પગાર ધોરણની મોટા ભાગની ફરિયાદોનો અંત આવશે.

👉🏾બદલીના કિસ્સામાં ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓમાં પતિ-પત્નીના કિસ્સામાં એક ની નોકરી ગ્રાન્ટેડ શાળામાં હશે તથા બીજાની પ્રાથમિક શાળામાં હશે તો પ્રાથમિક શાળાના શિક્ષકને દંપતી કિસ્સામાં બદલીનો લાભ મળે તે અંગે નિર્ણય લેવાઈ ગયો છે. ટૂંક સમયમાં જાહેરાત થશે. અત્રે નોંધનીય છે કે આ મુદ્દા અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ફાજલના કાયમી રક્ષણની પોલીસીની જેમ જ, ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ મળે તેવી પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. અન્ય કિસ્સામાં બદલી અંગેની રજૂઆત પ્રક્રિયા ચાલુ છે.

ઓનલાઇન કામગીરી માં પડતી તકલીફ, શાળા દીઠ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન શાળા દીઠ, એકમ કસોટીનો ઝેરોક્ષ ખર્ચ, જૂના શિક્ષક તથા ખાલી જગ્યાઓની ભરતી તેમજ અન્ય બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ.

અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ટૂંક સમયમાં તેનો ઉકેલ આવશે.

આગામી સોમવારે ફરીથી નિર્ણાયક બેઠક બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોની માગણીઓ પૂરી કરવા માટે આપેલું આશ્વાસન પૂર્ણ કરશે

રીપોર્ટ..઼—- જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here