પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બેટરી તેમજ ડીઝલ ની ચોરી કરતી ગેંગ સક્રિય

0
1

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મા છેલ્લા ઘણા દિવસોથી રાત્રીના સમયે નાનીમોટી ચોરી નો સિલસિલો યથાવત્ છે ત્યારે પ્રાંતિજ ના રેલવેસ્ટેશન જુની આઇસ ફેકટરી પાસે ગત રાત્રીએ બેટરીચોર , ડીઝલ ચોર ગેંગ દ્રારા કુદરત બીકસ એન્ડ બોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ મા પાર્ક કરેલ ટ્રકો માંથી પાંચ ટ્રકો ની બેટરીઓ તથા બે ટ્રકો માંથી દોઢસો થી વધુ લીટર ડીઝલ ની પણ ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા હતા જેમા એક બેટરી ની અંદાજીત ૭૦૦૦ કિંમત તો 5 બેટરી ની કિંમત ૩૫૦૦૦ હજાર ની બેટરી તથા ૨૦ ,૦૦૦ હજાર નુ ડીઝલ મળી કુલ કિંમત રૂ-૫૫૦૦૦ હજાર ની ચોરી થઈ હતી તો બોલ્ક ફેકટરી માલિક હેમતકુમાર નટવરલાલ પટેલ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા જાણ કરવામા આવી હતી ત્યારે હાલ પ્રાંતિજ સહિત તાલુકામા બાઇક ચોર , બેટરી ચોર અને ડીઝલ ચોર ગેંગ સક્રિય થતા વાહન ચાલકો સહિત તાલુકાના લોકોમા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે તો પ્રાંતિજ પોલીસ ના રાત્રીના પેટ્રોલિંગ ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે તો પ્રાંતિજ પોલીસ આ તસ્કરો ને શોધવામાં સફળ નીવડે છે કે કેમ તે હવે જોવું રહ્યું.

અલ્પેશ નાયક ..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here