પ્રાંતિજ મા એક જ રાત્રિમાં અનેક જગ્યાએ તસ્કરો ત્રાટક્યા

0
10

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં દિવસે દિવસે તસ્કરો દ્વારા ચોરીના બનાવો નો સિલસિલો યથાવત્ છે ત્યારે પ્રાંતિજ માં આવેલી સ્વામિનારાયણ સોસાયટી માં રહેતા દેવુભાઇ નારાયણ ભાઇ રાઠોડ ના બંધ મકાન ના તાળા તોડી કુદરતના ૩૬માં રતને મકાન માં પ્રવેશ કરી સરસામાન વેરવિખેર કરી તિજોરી મા રહેલ સોના ચાંદી ના દાગી નાની ચોરી કરવામાં સફળ નીવડ્યા હતા તો બીજી બાજુ શીવ રેસીડન્ટ માંથી પટેલ ગૌરવ કુમાર નુ ધર આગળ પાર્ક કરેલ બાઇક ની ચોરી થઈ હતી તો ગોપીનાથ સોસાયટી માથી સોની ચીમનલાલ બાબુલાલ નું બાઇક અને પ્રજાપતિ ભાવેશકુમાર અમરતભાઇ નુ બાઇક પણ ચોરી થઈ હતી તો બાકરપુર ગામમાં રાત્રીના સમયે ધર આગળ પાર્ક કરેલ પટેલ મિતેશ કુમાર અરવિંદભાઈ નાછોટા હાથી માંથી બેટરી ની અને સોલંકી અશોકભાઈ અરખાભાઈ ની રીક્ષા ની બેટરી ની ચોરી થઈ હતી પ્રાંતિજ સહિત તાલુકા મા બાઇક, પેટ્રોલ-ડીઝલ અને બેટરીઓ ચોર તી ગેંગ સક્રિય થતા સોસાયટી મા રહેતા લોકો તથા અન્ય વાહન ચાલકો મા પણ ભય નો માહોલ જોવા મળ્યો છેતો હાલ તો મકાન માલિક તથા ભોગ બનેલ વાહન ચાલકો દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણકરવા મા આવી છે તો તો પ્રાંતિજ પોલીસ દ્રારા રાત્રીનો પેટ્રોલિંગ કડક કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે તો પ્રાંતિજ પોલીસે પણ આ અંગે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..અલ્પેશ નાયક.પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here