પ્રાંતિજ ના ભાખરીયા વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર પાસે અમુક દુકાનો આગળ કરેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પાલિકા તંત્ર અને પોલીસ સ્ટાફ સાથે દબાણ કામગીરી હાથ ધરતા તંત્રના સ્ટાફ અને દબાણ કરતા વેપારીઓ એ હોબાળો મચાવ્યો હતો. જેમાં બપોરના સમયે ચીફ ઓફિસર મેડમ ની કેબીનમાં બે કોર્પોરેટરે દબાણકર્તાઓ સાથે હોબાળો મચાવ્યો હતો. પાલિકા તંત્રના કર્મચારી જણાવે છે કે અમે દબાણ કતૉને નોટિસ આપી દબાણ હટાવવા જણાવ્યું છતાં પણ ન હટાવતાં આખરે અમારી જે.સી.બી મશીન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવી પડી છે. જે સામે દબાણ કતૉ જણાવે છે કે અમોને કોઈપણ જાતની નોટીસ આપ્યા વિના એક તરફી નિર્ણય લઈને ગણતરી પૂર્વકની દુકાનોને જ ટાર્ગેટ બનાવવામાં આવી છે. દબાણ હટાવવા જ છે તો સંપૂર્ણ ગામમાંથી હટાવવાની કામગીરી હાથ ધરો તેવું બે કોર્પોરેટરે જણાવ્યુ. જેમાં ચીફ ઓફિસર ની કેબીનમાં વધુ પડતા વ્યક્તિઓએ પ્રવેશ કરતા કોરોના ગાઈડ લાઈન નો ભંગ થતો જોવા મળતા આખરે પોલીસ સ્ટાફને પરિસ્થિતિને ધ્યાને રાખીને અઘટિત ઘટના ન બને તે પહેલા બોલાવી લેવામાં આવી હતી.
તો હવે તંત્ર દ્વારા દબાણ કર્તાઓ વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું.
*અલ્પેશ નાયક સાબરકાંઠા*