સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ફુલાવર પકવતા ખેડુતો ને સીઝન્ટા કંપની નુ ૧૫૨૨ નુ ફલાવર નુ બિયારણ ખરાબ નિકળતા હાલતો ખેડુતો ને માથે પછેડી ઓઢીને રોવા નો વારો આવ્યો છે જેમાં આ પંથક છેલ્લા ઘણા સમયથી બિયારણ ખરાબ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળે છે જેમાં પ્રાંતિજ ના ખેડૂતો એ અંદાજીત ૩૦૦ વિધા મા વાવેતર કર્યું હોવાનું ખેડૂતો પાસે જાણવા મળી રહ્યું છે જેમા નિખીલ પટેલ-૧૫ વિધા , નિક્ષિત પટેલ-૧૦ , ભાવેશ પટેલ-૭ વિધા , મયુર પટેલ ને-૧૦ વિધા સહિત અન્ય કુલ-૨૫૦ થી ૩૦૦ વિધા જમીન મા ફલાવર નુ વાવેતર કરવામા આવ્યુ છે અને બિયારણ રેસાવાળુ નિકળતા હાલતો ખેડુતો ઉપર પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં તૈયાર થયેલ ફલાવર ના પાકમા રેસાવાળુ ફલાવર જોવા મળતા ખેડુતો ના ખેતરો મા તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયો છે ત્યારે કંપનીમા રજુઆત કર્યા બાદ પણ કંપની એ આંખ આડા કાન કર્યા હોય તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે હાલતો ખેડૂતો ને ખેડ , બિયારણ , દવા , પાણી સહિત મહેનત -મજુરી પણ પાણીમા જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો એ બિયારણ ખરાબ નીકળતા કંપની માં રજુઆત કરવામા આવી છે તો હાલતો કંપની પાપે ખેડૂતો ને લાખ્ખો રૂપિયા નું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે ખેડૂતોને ખેડ , બિયારણ , દવા , પાણી સહિત નો ખર્ચ નું વળતર આપવામાં આવે છે કે કેમ તે હવે જોવુ રહ્યુ.
અલ્પેશ નાયક .પ્રાંતિજ