પ્રાંતિજ માં આવેલ ચિત્રણી નર્સિંગ કોલેજ માં વિશ્વ એઇડ્રસ દિવસની ઉજવણી કરવામાં આવી

0
9

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ ચિત્રણી નર્સિંગ કોલેજ માં વિશ્વ એઇડ્રસ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નર્સિંગ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મચારી ઉપસ્થિત રહ્યા હતાં. આઈ સી ટી સી કાઉન્સેલર રાહુલ પટેલ ધ્વારા એચ આઈ વી શુ છે, કઈ રીતે ફેલાય છે, તેમજ આ એચ આઈ વી ને કઈ રીતે અટકાવી શકાય તેના વિશે સમજૂતી આપવામાં આવી. તેમજ ટી બી સુપરવાઈઝર જ્યોતિકા બેન દ્વારા ટી બી અંગે માહિતી આપી. HIV અને TB વિશે શુ સામ્યતાં જોવા મળે છે તેના વિશે ચર્ચા કરવામાં આવી. તેમજ એડ઼ોલેશન કાઉન્સેલર દ્વારા કિશોરાવસ્થા માં કઈ રીતે HIV નો ચેપ ફેલાય છે તે જલ્દી થી કઈ રીતે HIV નો ભોગ બને છે તેના વિશે વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી. સાથે દરેકને પોતાનું સ્ટેટસ જાણવું જોઈયે અને આપણે અસામાનતાનો અંત લાવીએ,એઇડ્રસને નાબૂદ કરીએ ,અને રોગચાળાને ખતમ કરીએ. તેના સંકલ્પ ને આધારે આ પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી.જેમાં ICTC Counselor રાહુલ પટેલ,AH Counselor મોહીન લુહારTB Sup
જ્યોતિકાબેન સોનારા ઉપસ્થિત રહ્યા હતા

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here