પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવ ને લઇને શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ

0
9

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં પી.આઇ એચ.એસ.ત્રિવેદી ની અધ્યક્ષતામાં આવતા ગણેશ મહોત્સવ ને લઇને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિ ચાર ફૂટથી વધારે ઊંચાઈવાળી લાવવી નહિ તેમજ પોતાના ઘરે ગણપતિની મૂર્તિ લાવનાર ભક્તોએ માટીની મૂર્તિ લાવવી તેમજ દરેક ભક્તોએ સરકારી ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે અને ફરજિયાત મંજૂરી પણ લેવાની રહેશે તેવું પ્રાંતિજ પી.આઈ એચ એસ ત્રિવેદીએ જણાવ્યું હતું ત્યારે આ શાંતિ સમિતિની બેઠકમાં , યોગેશભાઈ રાવલ ,અમરીશ ભાઇ પટેલ સફીભાઇ , હર્ષદભાઇ તેમજ હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત વેપારીઓ ઉપસ્થિત રહી શાન્તિ અને એક્તા જળવાઇ રહી અને શાંતિમય માહોલમાં આ તહેવાર પૂર્ણ થાય તે માટે ની પ્રાર્થના કરી હતી

અલ્પેશ નાયક પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here