પ્રાંતિજ પોલીસે બાતમી ના આધારે ગણતરી ના દિવસોમાં જ એક્ટીવા ચોર ને ઝડપી પાડયો

0
3

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ યુનિક શોપીંગ સેન્ટર આગળ થી તા.૮|૯|૨૦૨૧ ના રોજ પાર્ક કરેલ એક્ટીવા કોઇ અજાણ્યો શખ્સ એક્ટીવા લઇને ફરાર થઇ ગયો હતો તો આ અંગે એકટીવા માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી તો પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા તો પ્રાંતિજ પોલીસ પેટ્રોલીંગ મા હતી તે દરમ્યાન બાતમી મળી કે અમીનપુર ગામ તરફથી એક ઇસમ પ્રાંતિજ માંથી ચોરી થયેલ એકટીવા લઈ ને આવે છે જે બાતમી ના આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ એચ.એસ.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પીએસઆઇ વાય.બી.બારોટ તથા પોલીસ સ્ટાફ દ્રારા વોચ ગોઠવતા ચોરી ના એક્ટીવા સાથે એક ઇસમ આવતા તેનુ નામ પુછતા કરણજી કાળાજી ચૌહાણ ઉ.વર્ષ-૧૮ રહે .ઝીંઝવા મોટોવાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા હોવાનુ જણાવ્યુ હતુ તો એક્ટિવા ચાલક પાસે કોઈપણ ડોક્યુમેન્ટ કે આધાર પુરાવા માગતા પોતે પોતાની પાસે કોઈપણ પુરાવા નહી હોવાનુ જણાવ્યુ હતુ તો પોલીસ એ કડક પુછપરછ કરતા તેણે એકટીવા યુનિક શોપીંગ સેન્ટર ડોક્ટર શુક્લ સાહેબ ના દવાખાના નીચેથી ચોરી કર્યુ હોવાનુ કબુલાત કરતા પ્રાંતિજ પોલીસે એક્ટીવા મોપેડ નંબર GJ09 BG 5022 સાથે ઈસમ ને ઝડપી પાડયો હતો અને માત્ર ગણતરી ના દિવસો માંજ એક્ટીવા સાથે એક્ટીવા ને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here