પ્રાંતિજ નેશનલ હાઇવે નંબર 8 પર હાઇવે ઓથોરિટી ની ઘોર બેદરકારી

0
11

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે નંબર 8 પર છેલ્લા 3 વર્ષ થી શિકસ લાઈનનું કામ ગોકલગતિ એ ચાલી રહ્યું છે. જેથી નાના મોટા અકસ્માત સર્જાય છે અને કેટલાય નિર્દોષ લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે છતાં હાઈવે ઓથોરીટીને પેટનું પાણી હલતું નથી. ત્યારે પ્રાંતિજ નેશનલ હાઇવે નંબર-8 પોલીસ ચોકી અને ગોકુલ પાર્ક સોસાયટી સામે ઘણા મહિનાઓથી એક મોત નો ખાડો જોવા મળી રહ્યો છે. અને તંત્ર આ ખાડા માં કોઈ ખાબકે એની રાહ જોઈ ને બેઠું છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા અનેકવાર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે છે પણ શું આ ખાડો તંત્ર ને દેખાતો નહીં હોય કે પશી આ ખાડા માં કોઇ વાહન ચાલક ખાબકે અને મોત ને ભેટ એવી તંત્ર એ માનતા માની હોય એવું લાગી રહ્યું છે કે પશી હાઇવે ઓથોરીટીને વાહન ચાલકના પ્રાણ જવાથી ફાયદો થતો હશે ? રાત્રિના સમયે વાહન ચાલકો ઓવરટેક કરતા ક્યારે ખાડામાં ખાબકે છે અને પાછળથી આવનાર વાહન ક્યારેક અડફેટે લેતા પ્રાણ જાય તે કહેવું મુશ્કેલ છે પણ હવે સત્વરે હાઇવે ઓથોરિટી દ્વારા મોત નો ખાડો પુરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે હવે જોવું રહ્યું કે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી આ ખાડાનું સમારકામ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here