પ્રાંતિજ ના વાઘરોટા ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડેની ઉજવણી કરવામાં આવી .
આજ રોજ પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ. એચ. સોલંકી અને ફતેપૂર પી.એચ.સીના મેડિકલ ઓફિસર ડૉ. પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ વાઘરોટા ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડેની ઉજવણી કરવામાં આવી . જેમાં કિશોરીએ હાજરી આપી હતી. જેમાંઆયુષમેડિકલ ઓફિસર ડૉ.તસ્લીમ મેમ કિશોરીઓને પ્રજનન અને સ્વાસ્થ્ય વિશે અને સ્કિન સમસ્યા વિશે સમજૂતી આપી સાથે કિશોરી અવસ્થામાં શારીરિક અને ભાવાત્મક અને માનસિક ફેરફાર વિશે સમજ આપી. એડોલેશન હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીન દ્વારા એનીમીયા , ન્યુટ્રિશન વિશે અને CHO રમિજભાઈ મનસૂરી કિશોરીઓને આલ્બેન્ડાજોલ ટેબલેટ IFA ગોળી, વિશે તેમજ તેનાં ફાયદા વિશે માહીતી આપવામાં આવી.અને બધી કિશોરીઓને વીકમાં એક વાર આર્યન ની ગોળી ગળવી તેનાં વિશે ચર્ચા કરવાંમાં આપી.FHW સવિતાબેન કિશોરીઓને માસિક સમસ્યા અને માસિક વખતે રાખવાની સ્વચ્છતા વિશે સમજૂતી આપી. આયુષ મેડિકલ ઓફિસર ડૉ. તસ્લીમમેમ દ્વારા કિશોરીઓને મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી.દરેક કિશોરીઓનુ વજન ઊંચાઈ અને બી એમ આઇ કરવામાં આવ્યું.
જેમાં આયુષ મેડિકલ ઓફિસર ડૉ.તસ્લીમ મેમ એડોલેશન હેલ્થ કાઉન્સેલર લુહાર મોહીન
સરપંચ સાહેબ અમ્રુતભાઈ પટેલ
CHO:-રમીજભાઈ મનસૂરી
FHW:-સવિતાબેન આશા ફેસિલેટર ઉપસ્થિત રહ્યા હતા
*અલ્પેશ નાયક સાબરકાંઠા*
*મો. 8000929130*