પ્રાંતિજ ના મજરા ત્રણ રસ્તા પાસે ફોર્ચ્યુનર કાર રોડ ની બાજુમાં ખોડેલા ખાડા માં ખાબકી

0
6

ચિલોડા થી હિંમતનગર સુધી નેહા 8 પર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 3 વર્ષ થી આડેધડ ખાડા ખોડી પડતું મૂક્યું છે ત્યારે વરસાદી પાણી નો નિકાલ ન થતા રોડ પર જ ઢીંચણ સમુ પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો ને આ ખાડા ન દેખાતા અનેક વાહનો ખાડા માં ખાબકે છે.

ત્યારે 1 વૈભવી કાર રાત્રે આ રોડ ની બાજુમાં ખોદેલી મોત ની ખાઈ માં ખાબકી હતી તો સ્થાનિક લોકો દોડી આવી કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે કાર આ ખાડામાં ખાબકતા કાર ચાલકનો બચાવ થયો હતો હાલ તો રેઢિયાળ રિઢું તંત્ર બેસીને આ તમાશો જોઈ રહી હોય એમ લાગે છે તો આ મોતના ખાડાઓને સત્વરે સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો તેમજ લોકમાંગ ઉઠવા પામી છે.

અલ્પેશ નાયક ..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here