પ્રાંતિજ ના મજરા ખાતે સેવા સહકારી મંડળી ની ચુંટણી ને લઈ ને શાન્તી પૂર્ણ રીતે મતદાન યોજાયુ

0
15

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા ખાતે આવેલ સેવા સહકારી મંડળી ની ચુંટણી ને લઈ ને આજે મતદાન યોજાયું હતું તો મજરા ખાતે આવેલ સેવા સહકારી મંડળી ખાતે મંડળી ના ચાલુ હોદ્દેદારો ની ટમ પુરી થતા નવા હોદેદારો માટેની તા.૧૫|૯|૨૦૨૧ ને બુધવાર ના રોજ મજરા ખાતે આવેલ હાઇસ્કુલ મા ૧૩ બેઠકો માટે નુ મતદાન યોજાયુ હતુ

જેમા વિકાસ પેનલ ના જયંતિભાઈ નાગરભાઇ પટેલ ના ૧૩ ઉમેદવારો અને પરિવર્તન પેનલ ના દશરથભાઇ અંબાલાલ ભાઇ પટેલ ના પેનલ ના ૧૩ ઉમેદવારો એમ કુલ ૨૬ ઉમેદવાર એ ઉમેદવારી નોધાવી છે જેમા મંડળી ના સેકેટરી અને ચુંટણી અધિકારી ભરતભાઈ ગાંડાભાઇ ના અધ્યક્ષ સ્થાને ચુંટણી યોજાઇ હતી જેમા ૪૪૭ જેટલા મતદારો માંથી ૪૩૫ જેટલા મતદારો એ ઉત્સાહ પૂર્વક બપોર સુધીમા મતદાન કર્યુ હતુ તો ૨૬ ઉમેદવારોના ભાવી મતદાન મતપેટી મા સીલ થયા હતા તો હવે જોવું રહ્યું કે મતદારો કોને ઉચકે છે અને કોને પડતા મૂકે છે તો કોને વિજય ની વરમાળા પહેરાવે છે અને મતગણતરી પાંચ વાગ્યા પછી હાથ ધરવામા આવી હતી અને શાન્તી પૂર્ણ માહોલ માં આ મતદાન પૂર્ણ થયું હતું..

અલ્પેશ નાયક..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here