પ્રાંતિજ ના પોગલું માં આવેલ વારાહી શક્તિપીઠ ખાતે પક્ષીઓ માટે પંખીઘર અને પક્ષીઓને પાણી પીવડાવવા માટે કૂંડા નું વિતરણ કરવામાં આવ્યું

0
69

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા ના સહયોગથી વારાહી શક્તિપીઠ ખાતે આજરોજ પંક્ષીઓ માટેના પક્ષીઘર  તેમજ પક્ષીઓને પાણી પીવડાવવા માટેના  કૂંડા નું વિતરણ  કરવામાં આવ્યું હતુ. જેમાં  મંગલોદય સેવા  પ્રતિષ્ઠાન ના અધ્યક્ષ અને ધર્મપ્રચારક મહંત સુનીલદાસજી મહારાજ , મંત્રી અનુજકુમાર પટેલ , મિહિર પટેલ વગેરેએ ઉપસ્થિત રહી પક્ષીય કૂંડા સહિતનું લોકોને વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.અને જીવદયા માં એક પગલું આગળનો મહિમા સમજાવ્યો હતો.મંગલોદય સેવા પ્રતિષ્ઠાન દ્વારા જીવદયા ના સુંદર કાર્ય કરવામાં આવી રહ્યુ છે.ગૌસેવા.અબોલ પ્રાણીઓ આશક્ત બીમાર પશુઓ તેમજ પક્ષીઓની સેવાનું આને સારવારની સેવાઓનુ ભગીરથ કાર્ય મહંત સુનીલદાસજી મહારાજ અને તેમની સેવાભાવી ટીમ દ્વારા સેવાનો યજ્ઞ ચલાવવામાં આવે છે..આને જીવદયા ના પ્રચાર પ્રસાર સેવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે..

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
*મો.8000929130*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here