પ્રાંતિજ ના પુનાદરા ખાતે આવેલ નકળગ આશ્રમ માં ગુરુ પૂર્ણિ માં ને લઈને શિષ્યો ભારે ભીડ જોવા મળી

0
7

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા તલોદ રોડ પર આવેલ પુનાદરા નકળગ આશ્રમ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની લઈને શિષ્યો વહેલી સવારથી ગુરુના દર્શન કરવા ભારે ભીડ જોવા મળી હતી જેમાં ઉપસ્થિત શિષ્યો દ્વારા સંત શ્રી નંદુલાલ બાપુ મહારાજ ને ફુલહાર પહેરાવી, કુમકુમ તિલક કરી સાલ ઓઢાળી ગુરૂ પૂજા કરી હતી ત્યારે ગુરુપૂર્ણિમા ને લઈને નકળંગ આશ્રમમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સ્વામી દિલીપસિંહ મકવાણા, જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહી ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં ઉપસ્થિત શિષ્ય દ્વારા સંત શ્રી નંદુલાલ બાપુ ના દર્શન કરી મહાપ્રસાદ લઈ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી અત્યારે સંત શ્રી નંદુલાલ બાપુ દ્વારા દરેક શિષ્યોને આશીર્વાદ પાઠવ્યા હતા

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here