પ્રાંતિજ ના દલાનીમુવાડી માં ગટર લાઈન તેમજ ગોગા મહારાજ ના મંદિર પેવર બ્લોક નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

0
16

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના દલાનીમુવાડી આજે સવારે ગટર લાઈન તેમજ વિહત ગોગા મહારાજ ના મંદિર પેવર બ્લોક નું ખાત મુહૂર્ત ધારા સભ્ય શ્રી ગજેન્દ્ર સિંહ પરમાર ના હસ્તે કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહરમાનો નું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી પાઘડી પહેરાવી તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી નીતીનભાઇ પટેલ, જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ ,તાલુકા પંચાયત પ્રમુખ મકવાણા વર્ષાબા દિલીપસિંહ, તાલુકા પંચાયત કર્મચારી બીપીનભાઈ સરપંચ શ્રી મંજુલા બા, તાલુકા સદસ્ય મધુબા હમીર સિંહ ઝાલા, જિલ્લા બક્ષીપંચ મહામંત્રી દાદુ સિંહ ઝાલા, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ મહાવીર સિંહ ઝાલા, પંચાયતના સભ્યો તેમજ દેસાઈ સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાતો આ વિકાસના કામો માટે ધારાસભ્યશ્રી દ્વારા 1 લાખ ના બ્લોક તેમજ 2 લાખ ગટર લાઇન માટે ફાળવામાં આવ્યા હતા ત્યારે ગ્રામ જનોએ આ વિકાસ ના કામો કરવા બદલ ધારાસભ્યશ્રી નો આભાર માન્યો હતો.

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here