પ્રાંતિજ ના તાજપુર કુઈ પર ટ્રક બ્રેક ડાઉન થતા 3 કિમી સુધી વાહનો ની લાંબી કતારો લાગી

0
3

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કુઈ પર આજે સવારે હિંમતનગર થી અમદાવાદ તરફ જતી ટ્રક સર્વિસ રોડ પર ખોટકાતા 3 કિમી સુધી વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી બીજી બાજુ તાજપુર કુઈ પર 6 લાઈનનું કામ ગોકળગતિ એ ચાલતા વારંવાર ટ્રાફિક જામ ના દ્રષ્યો જોવા મળે છે ત્યારે નોકરી ધંધે નિયત સમયે પહોંચવા માટે વાહનચાલકો ફૂટપાથ પર તેમજ રોંગ સાઈડમાં જવા મજબુર બન્યા હતા ત્યારે તાજપુર કુઈ પર અવારનવાર ટ્રાફિક થવાથી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક માં અટવાઈ જાય છે હાલતો વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં વાહનચાલકોને અહીંથી પસાર થવું માથાનો દુખાવો બની ગયો છે

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here