
ચિલોડા થી હિંમતનગર પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૮ પર ઠેર-ઠેર ખાડાનું સામ્રાજય બની જતા વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે ક્યારેક કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી થી બંને સર્વિસ રોડ ખાડાઓ નું સામ્રાજ્ય બની ચુક્યા છે રોજેરોજ નાના મોટા અકસ્માતો તેમજ વાહનોની લાંબી કતારો જોવા મળે છે
પરંતુ ને.હા. 8 ઓથોરિટી પર વાહન ચાલકો ની આટલી બૂમરાણ હોવા છતાં કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે આવા મસમોટા ખાડા પડી જવાથી વાહનો આ ખાડામાં ખાબકે છે ત્યારે મેન્ટેનસ બહુ જ આવે છે લોડીંગ કરેલા માલ વાહન જેવા જે દૂધ ,શાકભાજી ના વાહન ટ્રાફિક ની સમસ્યા ને લીધે નિયત સમય નહીં પહોંચતા ટ્રક માલિકની નુકસાની વેઠવાનો વારો આવે છે ને હા.8 પર મસ મોટા ખાડા ના કારણે પેટ્રોલ ડીઝલ ના ધુમાડા થઈ જાય છે હાલ તો વાહન ચાલકો માટે આ નેશનલ હાઇવે 8 પરથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે ત્યારે અનેક વખત અખબારો માં આ અહેવાલ પ્રસિદ્ધ થયો હોવા છતાં તંત્ર ટસ નું મસ થતું નથી તો તંત્રના પેટનું પાણી ક્યારે હલશે તે હવે જોવુ રહ્યું.
અલ્પેશ નાયક