પ્રાંતિજ ના ઘડકણ માં આજે તાલુકા સદસ્ય ની પેટા ચૂંટણી ને લઈને શાંતિ પૂર્ણ માહોલ માં મતદાન યોજાયું

0
5

83.99 % મતદાન સાથે શાંતિ મય માહોલ માં મતદાન પૂર્ણ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ધડકણ ખાતે તાલુકા સદસ્ય ની પેટા ચુંટણી ને લઈ ને આજે ધડકણ , સુખડ , સદાના મુવાડા માં ભારે રસાકસી જોવા મળી હતી જેમા સવારથીજ મતદારોની મત આપવા માટે લાઇન લાગી હતી ત્યારે ત્યારે મતદાર મથક પર મતદારો ને થર્મલ ગનથી ચેક કરી સેનીટાઇઝર અને હેન્ડ ગ્લોઝ સાથે એન્ટ્રી આપવામાં આવી હતી તો ઘડકણ ગામમાં 3 બુથ ,સુખડ ખાતે 2 બુથ અને સદાના મુવાડા માં 1 બુથ એમ કુલ 6 બુથો માં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ ના ઉમેદવાર તરીકે ચતુરસિંહ કાળુસિંહ ડાભી ગામ- સુખડ , કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે જય કુમાર ગાંડાભાઇ પટેલ ગામ ધડકણ તથા આપ ના ઉમેદવાર તરીકે રાજેશકુમાર ભીખાભાઇ સુથાર દ્રારા ઉમેદવારી નોંધાવી હતી આ વખતે ભાજપ , કોંગ્રેસ , આપ એમ ત્રણેય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો તો ત્રણેય પક્ષના મતદારો જીતના દાવા કરતા નજરે પડ્યા હતા આ અંગે લોક ચર્ચા મુજબ મતદારો નું પોતા ના પક્ષ ના ઉમેદવારને તરીકે ચૂંટી ને લાવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં આ ત્રણેય પક્ષોના ઉમેદવારો ના ભાવિ મત પેટીમાં શીલ થયા હતા ત્યારે મળતી માહિતી મુજબ 83.99 % મતદાન થયું હતું અને ગામના દરેક બુથ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખી ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો ત્યારે આ મતદારો કોને પડતા મૂકે છે ને કોને ઊંચકે છે ત્યારે મતદારો કોને વિજય ની વરમાળા પહેરાવે છે તે જોવું રહ્યું તો 5 ઓક્ટોમ્બર ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવ છે

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here