ઘડકણ સીટ ઉપર મતદારોએ સુખડના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવી
સુખડ ગામ ના ભાજપના ઉમેદવાર ચતુરસિંહ કાળુસિંહ ડાભી નો 822 મતોથી વિજય
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડકણ માં તાલુકા સદસ્ય અપક્ષ ના ઉમેદવાર તુષાર પટેલ ઉર્ફે ખોડાભાઈ નો વિજય થયો હતો પરંતુ થોડાક મહિના બાદ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું ત્યારે ધડકણ તાલુકા સદસ્ય ની સીટ ખાલી પડતા તાલુકા સદસ્ય ની સીટ માટે તારીખ 3 /10 /2021 ના દિવસે પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં ધડકણ , સુખડ , સદાના મુવાડા માં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને ભાજપ કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો જેમાં આજે પાંચ ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જાહેર થતા ઘડકણ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો તો ભાજપના સુખડ ગામ ના ઉમેદવાર ચતુરસિંહ કાળુસિંહ ડાભી ને કુલ 2657 મત મળ્યા હતા જેમાંથી 822 મતની લીડથી તેમનો વિજય થયો હતો તો આજે ચૂંટણી નું પરિણામ જાહેર થતા
ભાજપના સુખડ ગામ ના ઉમેદવાર ચતુરસિંહ કાળુસિંહ ડાભી ને વિજયી જાહેર કરાતા ભાજપના કાર્યકરોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ઘડકણ ગામની સીટ પર મતદારોએ સુખડ ગામ ના ભાજપના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવી હતી ત્યારે ભાજપ નો ભગવો લહેરાતા કાર્યકરો તેમજ ગ્રામજનો દ્વારા અબીલ ગુલાલની છોળો ઉડાડી ડીજેના તાલ સાથે ભાજપના વિજેતા ઉમેદવાર નો વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તો ચૂંટણીના આ પરિણામથી કહી ખુશી કહી ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો
બોક્સ
ઘડકણ તાલુકા સદસ્ય ની સીટમાં કયા ઉમેદવારની કેટલા મત મળ્યા
ચતુરસિંહ કાળુસિંહ ડાભી. (ભાજપ) ૨૬૫૭ મત વિજય
જય કુમાર ગાંડાભાઇ પટેલ (કોગ્રેસ) ૧૮૩૫ મત
રાજેશ કુમાર ભીખાભાઇ સુથાર ( આપ ) ૧૪૩ મત
અલ્પેશ નાયક ..પ્રાંતિજ