પ્રાંતિજ ના આમોદ્રા ગામની સીમમાં કૃત્રિમ ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરી બનવાની મંજૂરી મળતા સ્થાનિક લોકો એ વિરોધ કર્યો

0
6

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના આમોદ્રા ગામની સીમમાં પૂર્વ જિલ્લા અધિક કલેકટર અને જી પી સી બી ના પ્રાદેશિક અધિકારીના અધ્યક્ષતા
કૃત્રિમ ઓર્ગેનિક કેમિકલ ફેકટરીને મંજૂરી ની લોક સુનાવણી યોજાઈ હતી તો સુનાવણી માં આસપાસના 10 થી પણ વધુ ગામના સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને જેમાં ફેક્ટરી બનાવ્યા બાદ આ પંથકમાં
હવા અને પાણીનું પ્રદુષણ વધવાની શકયતાઓ રહેલી છે જેથી અહીં ના સ્થાનિકોના આરોગ્ય ને પણ નુકસાન થાય તો હાલ જોવા જઈએ તો હવા ,પાણી અને જમીન પ્રદુષણ કરવામાં સૌથી મોટો ફાળો ઇન્ડરસ્ટ્રીઝનો રહેલો છે એવી અહીંના સ્થાનિકો દ્વારા રજુઆત કરી ચર્ચા કરવામાં આવી હતી છે.ત્યારે આસ પાસના લગભગ 10 જેટલા ગામોની મહિલા ઓ સહિત 500 થી વધુ જેટલા સ્થાનિકો ઉપસ્થિત રહી કંપની સામે અનેક સવાલો કરતા કંપની પાસે આ સવાલોના યોગ્ય જવાબ સ્થનિકો ને ના મળતા જેને લઇ ને સ્થાનિકો નો હોબાળો ને લઈને આ સ્થાનિકોએ કેમિકલ યુનિટ સ્થાપતા પહેલાજ સ્થાનિકો ના વિરોધ પ્રદશન વચ્ચે ફેકટરી ચલાવવી અશક્ય હોવાને લઇ ને ફેક્ટરી બનાવવાનું બંધ રાખવાની કંપની સંચાલકે જાહેરાત કરતા સ્થાનિક લોકો એ કરેલા વિરોધ ની જીત થતા. અહીંના સ્થાનિક લોકો માં ખુશી જોવા મળી હતી

અલ્પેશ નાયક.પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here