પ્રાંતિજ તાલુકાના પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન આપવાનો પ્રારભ કરવામાં આવ્યો હતો.

0
26

અઢારથી ઉપરની વયના માણસોને કોરોના રસી આપવા માટે ની  લોકલાગણી ને માન આપી મંગલોદય સેવા પ્રતિષ્ઠાન  ના અધ્યક્ષ અને જાણીતા ધર્મ પ્રચારક  સમાજસેવા  અને ગૌમાતા ની સેવા કરતા પોગલુ.. વારાહી મંદિરના મહંત શ્રી સુનીલ દાસજી મહરાજે રજુઆત ગુજરાત સરકાર માં કરી હતી..જેના અનુસંધાને સરકારે આજે અઢાર વરસની ઉંમરના લોકો ને રસી આપવાનું શરૂ કરતાં પ્રાંતિજ તાલુકાના પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન આપવાનો પ્રારભ કરવામાં આવ્યો હતો..મહંત સુનીલદાસજી મહારાજે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ અમૃતભાઈ સોલંકી, ડો.ઈના પટેલ, મલ્ટી પર્પસ હેલ્થ સુપરવાઇઝર પ્રવિણસિંહ , સરપંચ શામળભાઇ પટેલ, અનુજ પટેલ અને આરોગ્ય સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો..સુનીલ દાસ મહારાજે આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here