પ્રાંતિજ તાલુકાના દલાનીમુવાડી માં ગોગામહારાજ અને વિહત માના મંદિર ના પટાંગણમાં આજે બ્લોક નાખવાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ તાલુકાના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે આ વિહત માતાજી ગોગા મહારાજના મંદિરના પટાંગણમાં બ્લોક નાખવાની કામગીરી માટે ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી એક લાખ રૂપિયાની ફાળવણી કરી હતી.
જેમાં ગામના સરપંચ શ્રી. મંજુબા દાદુસિંહ ઝાલા, ડે સરપંચ. મુકેશભાઈ દેસાઈ, ડેલીકેટ બાલુસિંહ દેસાઈ, દૂધ ડેરીના ચેરમેન બળદેવભાઈ, તલાટી કમ મંત્રીશ્રી પ્રીતિબેન, તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના આગવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ