પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા ગૌસેવા સંધ દ્રારા ધાસ ચાળો મળી રહે તેવી વ્યવસ્થા કરવા ની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ

0
3

સમગ્ર ગુજરાત માં વરસાદ એ હાથ તાળી આપતા ખેડૂતો ના માથે ચિંતા ના વાદળો ઘેરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો પડતા ખેતી સાથે પશુ ઘાસ ચારાની અછત ઊભી થઈ છે વરસાદી વિલંબના કારણે ચોમાસુ વાવેતર ઓછું થતાં ઘાસચારો મળવો મુશ્કેલ થઈ ગયો છે તેમજ ઘાસચારામાં પણ દિવસે-દિવસે ભાવમાં વધારો જોવા મળે છે ત્યારે પાંજરાપોળ અને ગૌશાળા ઓની સરકાર વહારે આવે અને ગામડાઓ અને શહેરોમાં રોડ ઉપર રખડતા તેમજ ભૂખથી પીડાતા પશુઓ મોતના મુખમાં ના ધકેલાયા તે માટે તેને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આજે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભાગોરા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લા ગૌસેવા મહંત સુનિલ દાસજી મહારાજ, રાજુભાઇ શાહ ,ભાવસાર ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

અલ્પેશ નાયક પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here