પ્રાંતિજના સોનાસણ માં આવેલી સાબર ગ્રામ સેવા મહા વિદ્યાલય માં તાલુકા કક્ષાનો 72મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

0
15

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સોનાસણ માં આવેલી સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય ખાતે આજે તાલુકા કક્ષાનો 72માં વન મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું

જેમાં પ્રાંતિજ મામલતદાર શ્રી ભાગોરા , પ્રાંતિજ તલોદ ધારાસભ્યશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર, આર એફ ઓ એ એસ.પ્રજાપતિ, રાઉન્ડ ફોરેસ્ટર જી વી દેસાઈ, રાઉન્ડ ફોરેસ્ટ આર કે ભીલ, વન રક્ષક કે એસ સરવૈયા પ્રાંતિજ, વન રક્ષક શ્રદ્ધા પટેલ, વન રક્ષક પી વી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળાના પટાંગણમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી આ 72માં વન મહોત્સવની ઉજવણી કરી હતી ત્યારે અગાઉ પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા 551 જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવે છે ત્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં વૃક્ષો આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે અને તેનું મહત્વ શું છે તેની સમજ આપી હતી અને વધુ વૃક્ષો વાવવા અપીલ પણ કરી હતી તો આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી પી.એલ.પટેલ , શાળાના બાળકો, શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ જે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અલ્પેશ નાયક..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here