પ્રાંતિજના સી. બોરીયા માંથી સ્પેકટીકલ કોબ્રા નામના ઝેરી સાપ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું

0
10

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સી.બોરીયા માં રાઠોડ અરવિંદસિંહ પુંજસિંહ ના ઘરે છેલ્લા પંદર દિવસ થી ઝેરી સ્પેકટીકલ સાપ દેખાડો દઈ રહ્યો હતો ત્યાર બાદ આજે પ્રાંતિજ વનવિભાગને ફોન કરવામાં આવ્યો હતો તો તંત્ર એ તાબડતોડ સર્પ રક્ષક જીવદયા પ્રેમી પરેશભાઈ એન્ડ પરેશભાઈ ને જણાવતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પલકવારમાં આ ઝેરી સાપને પકડી લેવામાં આવ્યો હતો ત્યારે ઘરના પરિવારે રાહતનો દમ લીધો હતો
વધુમાં પરેશભાઈ ના જણાવ્યા કે ચોમાસામાં ખેતરોમાં માં પાણી ભરાઈ જવાથી સાપ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે ત્યારે સાપ જોવા મળતા ડરવા ની જરૂર નથી અને તેનાથી સાવચેતી રાખવી અને યુવાનો ને સલાહ આપી હતી કોઈએ પણ અમારા જેવી સાપ પકડવા નકલ ન કરવા અપીલ કરી હતી .

અલ્પેશ નાયક …પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here