પ્રાંતિજના મજરા સેવા સહકારી મંડળીમાં સર્વાનુમતે ચેરમેન પદ નો તાજ પહેર્યો

0
5

પ્રાંતિજ ના મજરા માં સેવા સહકારી મંડળી માં મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા વર્ષોથી એક તરફી પેનલ નો વિજય થતો હતો તો આ વખતે સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ભારે રસા કસી જોવા મળી હતી અને પરિણામે એક તરફી પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો તો સોમવારે સેવા મંડળી માં ચૂંટાયેલા સભ્યોની બેઠક મળી હતી જ્યાં પ્રથમ મિટિંગ યોજાતા સર્વાનુમતે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા સિવાય પટેલ દશરથભાઇ અંબાલાલ ને મંડળીના ચેરમેન પદને સુકાનીનો તાજ પહેરાવ્યો હતો તો આ અંગે પટેલ દશરથભાઈ ની વરણી થતાં ગુલાલની છોળો ઉડાડી ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા તો પરિવાર જનો માં આનંદ જોવા મળ્યો હતો આ અંગે નવા વરાયેલા ચેરમેન દશરથભાઈ જણાવ્યું હતું કે સરકારી તરફ થી મળતા લાભ ખેડૂત સુધી પહોંચાડવાની બાંયધરી આપી હતી અને ચેરમેન પદ આપવા બદલ સૌ નો આભાર માન્યો હતો..અલ્પેશ નાયક..પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here