પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પાસે હોટલ આગળ થી ઓરાણ ના મકવાણા શનાજી ભવાનજી ના પાર્ક કરેલા પિકઅપ ડાલા માંથી રૂપિયા ૪૦ હજારની થઈ ચોરી

0
976

પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પાસે  શુક્રવાર સવાર ના 9 વાગે મજરા ચોકડી પર આવેલ હોટલ વિનય આગળ મકવાણા શનાજી ભવાનજી
પીકપ ડાલુ મૂકી દૂધની થેલીઓ આપવા જતા તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ડાલા નો દરવાજો ખોલી પર્સ માં મુકેલા રૂપિયા અંદાજે ૪૦ હજાર તેમજ મોબાઇલ લઇ તસ્કરો તસ્કરી કરી ફરાર થવામાં સફળ નીવડ્યા હતા તે દરમિયાન પિકઅપ ડાલા ના માલિક મકવાણા શનાજી ભવાનજી પોતાના ડાલા માં બેસવા ગયા ત્યારે દરવાજો ખુલ્લો જોઈ અંદર મૂકેલું પર્સ નજરે ન પડતા પોતાના પૈસા ચોરી થયાનું જાણ થઇ હતી તે દરમિયાન હોટલ ના  સીસીટીવી કેમેરાના ફૂટેજ માં જોતા સી સી ટી વી માં તપાસ કરતા ત્રણ શખ્સો બાઇક લઇને  ભાગતા જોવા મળ્યા હતા મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા મકવાણા શનાજી ની પત્ની સૂઈ રહી હતી ત્યારે તે દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ આવી ને કાનમાં પહેરવાની બુટ્ટી તોડીને ભાગવામાં સફળ રહ્યા હતા તો ટૂંક સમયમાં જ આ માલિકને ચોરીના બે બનાવો થવા પામ્યા છે જે અંગે શનાજી મકવાણા પ્રાંતિજ પોલીસમાં જાણ કરવાની તજવીજ હાથ ધરી છે આ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી ચોરીના બનાવો સિલસિલો યથાવત્ છે

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
*મો.8000929130*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here