પ્રાંતિજના પોગલુ આરોગ્ય કેન્દ્રની કલેકટર શ્રી હિતેષ કોયા એ મુલાકાત લઇ રસીકરણ પર ખાસ ભાર મુક્યો

0
85

 
સાબરકાંઠા જિલ્લાના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અભિયાન વધુ તેજ બને તે માટે જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાએ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.   
સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ એવા વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અંગે જનજાગૃતિનો  સંદેશ લોકો સુધી પંહોચે અને લોકો મોટી સંખ્યામાં વેક્સીન લેવા માટે આરોગ્ય કેન્દ્રો પર આવતા તે માટે જિલ્લા કલેકટર શ્રી તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ રહ્યા છે જેના ભાગરૂપે શુક્રવારના રોજ  પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વેક્સીન ન લેનારા લોકોને વેક્સીન અંગે સાચી સમજ આપવા અને ભ્રામક માન્યતાઓ દૂર કરી સો ટકા વેક્સીનેસન થાય તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત સ્ટાફ અને પ્રતિનિધિઓને અપીલ કરી હતી. જેમાં  પ્રાંત અધિકારી શ્રીમતી સોનલબા પઢેરીયા, મામલતદાર ભાગોરા તથા તાલુકા આરોગ્ય અધિકારી ,તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*અલ્પેશ નાયક*    
( *સાબરકાંઠા*  )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here