પ્રાંતિજના તાજપુર ગામમાં કુદરતી હાજતે જતા આધેડ ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું

0
9

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર ગામમાં રહેતા મકવાણા પ્રહલાદજી ફતાજી ઉમર વર્ષ આશરે .65 તેઓને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ આજે સવારે પ્રહલાદજી કુદરતી હાજતે જવા માટે ઘર ની પાછળ ઉભા કરેલા પતરા ને અડીને ને જીવંત વીજ વાયર પસાર થતો હતો ત્યારે પતરા ને અડીને સૌચાલય નો દરવાજો ખોલવા જતાં વીજ કરંટ લાગ્યો હતો ત્યારે વીજ કરંટ લાગતા તેમના પત્ની અને ભાભી છોડાવવા જતાં તેમને પણ કરંટ લાગ્યો હતો ત્યારે કરંટ લાગતા પ્રહલાદજી નીચે પટકાતા સારવાર માટે લઈ જવા માટે 108 બોલાવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું ત્યારબાદ પ્રાંતિજ સિવિલ ખાતે તેમની લાશ ને પી એમ કરવામાં આવ્યું હતું અને મોત ના સમાચાર થી પરિવાર તેમજ સમાજ માં શોક નું મોજુ ફરી વળ્યું હતું

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here